
દૈનિક પૂજામાં ગાયના ઘી નો દીપ પ્રગટાવાથી ઘરનું વાતાવરણ અને હૃદય શુદ્ધ થાયછે તેલના કે બીજા કોઈ દીવાની જગ્યાએ જો ગાયના શુદ્ધ ઘી નો દીપ પ્રગટાવવામાં આવે તો તે વાતાવરણમાં રહેલા સાત્વિક અને પોઝિટિવ વાઈબ્રેશન ને સો ગણું જલ્દી આકર્ષે છે. ઘીના દીપ માંથી આવતો પ્રકાશ અંધકાર અજ્ઞાનતા અને દુષ્ટતાને દૂર કરેછે, એવું કહેવામાં આવેછે કે સમસ્યાઓ, ભય, તણાવના સમયે ઘીનો દીપ પ્રગટાવી ભગવાનની સામે બેસવાથી મન અને મગજ ને શાંતિ મળેછે. ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવેછે. તેલનો દીવો 1 મીટરના મહત્તમ અંતર સુધી ફેલાયેલી સાત્વિક ઉર્જાને આકર્ષિત કરી શકે છે જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો સ્વર્ગ સુધી ફેલાયેલી સત્વિક ઉર્જાને આકર્ષિત કરી શકે છે. વૈજ્ઞાનિક ફાયદા. દિયાના પ્રકાશથી આસપાસના વાતાવરણમાં ચુંબકીય ફેરફારો થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ ચામડીની રક્ત કોશિકાઓને સક્રિય કરે છે. બીજું, દિવાળીના તહેવાર દરમિયાન દિવાળી પર દિવા બાળવામાં આવેછે, જે ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં આવે છે. આ એક સમય છે જ્યારે ભૌગોલિક રીતે પશ્ચિમના વિક્ષેપો ઉત્તર ભારતમાં વરસાદ લાવેછે. વરસાદને કારણે, વાતાવરણ ભેજવાળું બને છે- આ એવી સ્થિતિ છે જે બેક્ટેરિયા અને જંતુઓના પ્રસારને સપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં, દિયા હવામાં રહેલા જંતુઓનો નાશ કરેછે, અને વાતાવરણ ને શુદ્ધ કરેછે પણ તે દેશી ગાયનું શુદ્ધ ઘી હોવું જોઈએ (A2 Quality)
Comments