top of page
    Writer: Jahal Organic ProductsJahal Organic Products

    આ છે ઓર્ગનિક રીજકા જેને અલ્ફા-અલ્ફા પણ કહેવામાં આવે છે, ઢોર પશુ ને ખવડાવામાં આવતા ચારામાં નું આ એક પ્રકારનો ઉત્તમ ચારો છે. રીજકા ના મૂળ જમીન થી લગભગ ૨૦ થી ૩૦ ફૂટ નીચે હોય છે જેના કારણે એ જમીન માંથી ઘણા બધા દ્રવ્યો મેળવે છે, રીજકો વિટામિન્સ, મિનરલ્સ, અને અન્ય પોશાક તત્વો થી ભરપૂર છે, તેમાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન બી1, વિટામિન બી6, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે હોય છે, એના સિવાય કેલ્શિયમ, પોટેશિયમ, કેરોટીન, આયરન, અને ઝીંક પણ હોય છે. ગાયના ચારામાં નું આ એક ઉત્તમ ખોરાક છે. જેનાથી તેમના દૂધ, ઘી, ખુબજ પૌષ્ટિક બને છે, આ પ્રકારના દૂધ ઘી માં રોગ સામે લડવાની ખુબ શક્તિ હોયછે. વિદેશી લોકો આ રીજકા ને પોતાના ખોરાકમાં પણ ઉપયોગ કરેછે, કારણકે આ રજકો ઘણા બધા રોગ માં બહુજ ફાયદો આપેછે, જેમ કે ડાયાબીટીશ, કિડની, પથરી, અસ્થમા, શ્વાસ સંબંધી તકલીફ, રક્તચાપ, કોલેસ્ટ્રોલ, સંધિવા, માસિકની તકલીફ જેવી ઘણી શરીર ની બીમારીઓ માં ખુબ ફાયદો આપે છે. આ ટાઈપના ઓર્ગનિક ઘાંસ-ચારા ખાતી ગાયના દૂધ અને ઘી શરીર માટે ખુબ ઉપયોગી હોયછે. તેમજ આ ચરાથી ગાયના દૂધ અને ઘી માં રોગ સામે લડવાની ક્ષમતા માં ખુબજ વધારો થાય છે.






     

    Comments


    bottom of page